Halla Bol

અમદાવાદે કહ્યું ‘હલ્લા બોલ’

લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો જયારે ૯ ઓક્ટોબરના દિવસે આયોજિત ‘હલ્લા બોલ’ કાર્યક્રમને લોકોનો અભૂતપૂર્વ સહકાર મળ્યો.

– અમદાવાદની ૩૫૦ કરતા પણ વધારે સંસ્થાઓ, શાળાઓ-કોલેજો, સંગઠનો, મંડળો, ક્લબ, અને કંપનીઓ આજે ૯ ઓક્ટોબરના રોજ એકઠી થઇ હતી. અંદાજીત ૪૨૫ કરતા પણ વધારે સેશન્સનું આયોજન કરાયું, અંદાજીત ૧.૧૦ લાખ કરતા પણ વધારે દર્શકોને આવરી લેવામાં આવ્યા, કેટલીક સંસ્થાઓ પાસે આધુનિક સ્માર્ટ ક્લાસ હતા જેના માધ્યમથી આ કાર્યક્રમને સારામાં સારો પ્રસાર મળી રહ્યો.

– ૫૦ થી વધુ મ્યુનીસીપલ શાળાઓને BISAG ના KU બેન્ડ દ્વારા આવરી લેવામાં આવી.

– સવારે આશરે સવારના ૭:૩૦ કલાકની આસપાસ બુલેટ બાઈકર રાઈડર્સ ક્લબ દ્વારા એક મોટર સાયકલ રેલી યોજવામાં આવી. ત્યારબાદ, સંત કબીર સ્કુલ ખાતે AMC  અને સુરક્ષા સેતુના મહાનુભાવો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ૭ ફૂટનો ‘હલ્લા બોલ પતંગ’ પણ ચગાવવામાં આવ્યો.

– ડૉ. એસ.કે. નંદા IAS (એડીશનલ ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગ), શ્રી પ્રમોદ કુમાર IPS (એડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ, CID-Crime), ડૉ. મીરાં રામનિવાસ, IPS (IGP CID-Crime), શ્રી અનીલ પ્રથમ IPS (IGP Women Cell-CID Crime), ડૉ. બ્રિજરાજસિંહ ગોહિલ (સીનીયર ડિવિઝનલ કમાન્ડર), પ્રો ગુજરાત સ્ટેટ હોમ ગાર્ડ શ્રીમતી લીલાબેન અંકોલીયા (ચેરપર્સન સ્ટેટ મહિલા આયોગ) વગેરે જુદી જુદી સંસ્થાઓ ખાતે આ કાર્યક્રમમાં હાજરી આપી.

– ડૉ. એસ.કે. નંદા IAS (એડીશનલ ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગ) દ્વારા અંદાજીત ૪૫ મિનીટની વિડીયો સ્પીચ આપવામાં આવી, શ્રી મનોજ અગ્રવાલ IPS (JCP સેક્ટર ૧, અમદાવાદ) દ્વારા લગાઓ ૧૦૯૧-Fight Back Right Now પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો. રુઝાન ખંભાતા (POLICE HEART સંસ્થાપક) દ્વારા POLICE HEART ૧૦૯૧નો કોન્સેપ્ટ સમજાવવા વિડીયો પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ. મહિલા સુરક્ષા અને સલામતી પર ફિલ્મ બતાવવામાં આવી. ‘હલ્લા બોલ’ના એમ્બેસેડર દ્વારા મહિલા સુરક્ષા અને સલામતી ઝીરો ટોલરન્સ એન્ડ સેલ્ફ ડીફેન્સ (માનસિક વ્યાયામ) વિષય પર પ્રેઝન્ટેશન/સ્પીચ આપવામાં આવી અને આ જ વિષય પર વિડીયો પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું. ઉપરાંત, લીફલેટ્સ, રજીસ્ટ્રેશન ફોર્મ,  ૧૦૯૧ના સુરક્ષાબંધનના બેન્ડ્સ વગેરે વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે, મોમેન્ટોનું પણ વિતરણ કરવામાં આવ્યું.

– ૧૦૯૧ તેમજ મહિલા સુરક્ષા અને સલામતી માટેની પબ્લિક ચેનલ (સોફ્ટવેર એપ)ની શરૂઆત કરવામાં આવી જેમાં શું કરવું – શું ન કરવું, આત્મ-સુરક્ષા, કાયદાઓ વગેરેની માહિતી આપવામાં આવી હતી. (મોબાઈલ એપ, ટેબ અને કોપ્યુટર પરથી ઓપરેટ કરી શકાય છે.) અત્યારે ૨૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ એપ પર તેના સભ્ય છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે.

-જુદી જુદી સંસ્થાઓ, NGO અને હોમ ગાર્ડસ કોર્પોરેટ્સ કંપનીઓ તરફથી આશરે ૮૦૦ થી વધુ સ્વયંસેવક/એમ્બેસેડર આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમની વધુ વિસ્તૃત માહિતી માટે www.policeheart.com/hallabol પર મુલાકાત લેતા રહો.

IMG-20141009-WA0039 IMG-20141009-WA0040

IMG-20141009-WA0041 IMG-20141009-WA0042

IMG-20141009-WA0043 IMG-20141009-WA0044

IMG-20141009-WA0045

“Halla Bol – a campaign to pledge women safety and security
The day, 9 October, 2014 will go down in the annals of history as the day of women empowerment, set into the motion by the “Halla Bol” campaign. It was a resounding success with over hundred thousands of people from all the walks of life involving themselves in the common cause for enhancement of women safety and security in Ahmedabad.
Over 1.1 Lakh people, across 350 schools, colleges, clubs, associations and offices took part in this event, which was set into motion by more than 800 volunteers/ambassadors through motivational speeches by Dr S.K. Nanda (IAS, Addl Chief Secretary, Home Department), Shri Manoj Agrawal (IPS, JCP, Sector 1, Ahmedabad) and Ruzan Khambhata (Founder, PoliceHEART). They explained how the Police Heart-1091, a proactive initiative by the Police, will help women fight back the violence against them. 1091 women helpline number and the mobile application points out the firm resolve of the administration to tackle the growing menace of women abuse and violence from the technology angle, besides motivation of the masses. The application, which accessible through mobile and computer, already has 25,000 registered users and majority of them are school girls. On this momentous day more than 800 volunteers from different NGOs, Institutes, Corporate world and Home guards joined the crusade against women violence and vowed to work for this noble cause.
The other dignitaries who graced campaign with their presence at the different institutes across Ahmedabad were; Shri Pramod Kumar , IPS (Addl. Director General of Police, CID-Crime), Dr. Meera Ramnivas IPS (IGP CID-Crime), Shri Anil Pratham, IPS (IGP Women Cell-CID crime), Dr. Brijrajsinh Gohil (Senior Divisional Commander) Pro Gujarat State Home Guards and Smt. Leelaben Ankoliya (Chairperson State Mahila Aayog)
The motorcycle rally by the Bullet Bikers rider Club, followed by the flying of huge, 7 feet long Halla Bol Kite at St.Kabir School in presence of AMC officials, Suraksha Setu volunteers and students added a festive note to this campaign. Halla Bol was a huge success and promised a safer Ahmedabad for the women and set a shining example for other cities, towns and villages in the country.

 

 

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *